New Update
ભરૂચ જિલ્લામાં આયોજન
ગુજકેટની પરીક્ષાનું આયોજન
18 કેન્દ્રો પર પરીક્ષા યોજાય
કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી પરીક્ષા
ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાય હતી. જેમાં 3405 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજકેટ ની પરીક્ષા યોજાય હતી. ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3405 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32- હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ તરફ પરીક્ષા દરમ્યાન કોઈ ન અનિરછનીય બનાવ ન બને તે દરમિયાન માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી.