New Update
/connect-gujarat/media/media_files/2025/03/28/yd5OPJZ8ypZ9D3URnrJV.jpg)
ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.