ભરૂચ: હર ઘર તિરંગા અભિયાનની ઠેર ઠેર કરાશે ઉજવણી,આયોજન સંદર્ભે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. દેશના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે.

New Update
Har Ghar Tiranga Abhiyan
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. દેશના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે.
સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા'અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ  જિલ્લા અને તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપવાના હેતુથી ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર  તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. 
            
જિલ્લાના તમામ ગામ, તાલુકા અને શહેરમાં શાનથી તિરંગો લહેરાવી, તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના પ્રત્યેક ઘર, સહકારી, શૈક્ષણિક સંસ્થાઓ,ઔદ્યોગિક અને ખાનગી એકમો, વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાય તે માટે જરૂરી વિગતો અને માર્ગદર્શન પહોંચાડવું વગેરે સૂચનો તેમણે કર્યા હતા.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, અધિક નિવાસી કલેક્ટર  એન.આર.ધાધલ, નાયબ પોલીસ અધિક્ષક તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories