New Update
ભરૂચ પોલીસને મળી સફળતા
હવાલા કૌભાંડનો પર્દાફાશ
રૂ.40 લાખની રોકડ રકમ ઝડપાય
3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
હવાલાના રૂપિયાની કરી હતી ચોરી
ભરૂચમાં પોલીસે ચોરીનો ભેદ ઉકલતા હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રૂપિયા 40 લાખની રોકડ સાથે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂ. 40.35 લાખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સવાર 2 ઇસમોને રોકી તપાસ કરવામાં આવતા ડીકીમાંથી રૂ.40.50 લાખની રોકડ મળી આવી હતી.
પોલીસની પુછપરછમાં ખુલાસો થયો હતો કે,આ નાણાં ઝામ્બીયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે આવ્યા હતા જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચુકવવાના હતા પરંતુ આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકીર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર ઝકરીયા અને મહંમદજાવીદ સાથે મળીને રૂ. ૪૮ લાખની રકમમાંથી રૂ.40.35 લાખ ચોરી કરી હતા.
આ મામલામાં પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, મોબાઇલ હેક કરનાર,ઝકરીયા ઈદ્રીશ બારીવાલા હવાલાના નાણાનો પીછો કરી કાઢનાર મહંમદજાવીદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે કાર સાથે કુલ રૂ.40.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.