ભરૂચ : પાણી પહેલા પાળ બાંધવાની કવાયત, આરોગ્ય વિભાગે ચાંદીપુરાને અટકાવવા સર્વે કરી દવાનો છંટકાવ કર્યો

ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.

New Update
શાળા

આ સર્વેની કામગીરી દરમ્યાન તમામ તાલુકાઓના ૪૫૫ ગામોને આવરી લેવામાં આવ્યા હતા.જેમાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરવામાં આવી હતી.સાથે આવા મકાનો ની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.વધુમાં ચાર તાલુકાઓમાં સઘન સર્વેલન્સ અને ડસ્ટીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટિંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી હતી.

વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત, ગામ પંચાયત સાથે સંકલન કરીને વિસ્તારમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે. તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથિયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

Latest Stories