ભરૂચ : પાણી પહેલા પાળ બાંધવાની કવાયત, આરોગ્ય વિભાગે ચાંદીપુરાને અટકાવવા સર્વે કરી દવાનો છંટકાવ કર્યો
ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.