New Update
-
ભરૂચમાં આકાર પામશે ભાડભૂત બેરેજ યોજના
-
યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનવણી
-
આજે યોજાનાર સુનવણી મુલત્વી રહી
-
અધિકારી હાજર ન રહેતા સુનવણી મુલત્વી
-
નવી તારીખ માંગવામાં આવી
ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.
ભરૂચમાં આકાર લઈ રહેલ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ચાર ગામોના ખેડૂતો માટે આજે યોજાનારી સુનાવણી કોઈ કારણોસર નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રાખવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ એવોર્ડમાં સુધારા કરી, ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમલ કબજાઓ અટકાવાની માંગ કરી છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Latest Stories