New Update
/connect-gujarat/media/media_files/2025/02/21/FSfATjR3N5aNCbHj9VY9.jpg)
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહ્યું હતું તે સમયે અચાનક એક વાહનનું ટાયર ફાટતા ગયો ભડકી હતી,અને રોડ પર દોડી જતા ટ્રેલરની અડફેટે આવી ગયા હતા.ટ્રેલરની ટક્કર વાગતા સાત ગાયના સ્થળ પર જ મોત થયાં હતાં,જયારે સાત જેટલી ગાયોના પગ તૂટી ગયા હતા.
ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ
સર્જાયેલી ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવતા ડ્રાઇવર ટ્રેલર મુકી ભાગી ગયો હતો. હાઇવે પર દર્દથી કણસતી ગાયોને જોઈ સૌના હૃદય દ્રવી ઉઠ્યા હતા. સાત જેટલી ગાયના પગ તૂટી ગયા હોવાથી તે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી.તેમને વધુ સારવાર માટે વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે.આ સમગ્ર ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે.જેમાં ગાયના ધણ પર કાળ કેવી રીતે ત્રાટકે છે એ સ્પષ્ટ નજરે પડે છે.પોલીસે હાલ ફરાર ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories