ભરૂચ: વાલિયાના વિવિધ ગામોમાં GMDCના લિગ્નાઇટ પ્રોજેકટ માટે યોજાતી ગ્રામસભામાં ઠેર ઠેર ભારે વિરોધ

ભરૂચના વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં  જી.એમ.ડી.સી.દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે ગ્રામ સભાઓનો ગામેગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

New Update
  • ભરૂચના વાલિયા તાલુકાના ગામોમાં વિરોધ

  • લિગ્નાઇટ પ્રોજેકટનો ઠેર ઠેર વિરોધ

  • GMDC દ્વારા યોજાય છે ગ્રામસભા

  • તંત્ર ગ્રામજનોને લોલીપોપ આપતી હોવાના આક્ષેપ

  • હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે જીએમડીસી દ્વારા લિગ્નાઇટ પ્રોજેકટ માટે યોજાયેલ ગ્રામસભાનો ગ્રામજનોએ ઠરાવ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો ભરૂચના વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં  જી.એમ.ડી.સી.દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે ગ્રામ સભાઓનો ગામેગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉમરગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કે.વી.ગામીત, જી.એમ.ડી.સી.બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત,લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ, મામલતદાર શ્રધ્ધા નાયક, તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામ સભા મળી હતી.
જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ગ્રામ સભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
Advertisment
ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો કહી ગ્રામ સભાનો વિરોધ કર્યો હતો.તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાંસદિયાએ ગ્રામ સભાનો વિરોધ નોંધાવી જી.એમ.ડી.સી.ના લોલીપોપ આપવા આવ્યા છે.જે લોલીપોપ અમે લેવાના નથી. અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઇકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
Advertisment
Latest Stories