ભરૂચ: હિન્દૂ ધર્મ સેનાનો  દીક્ષાંત સમારોહ યોજાયો,સાધુ સંતો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ  ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું

New Update
Advertisment
  • ભરૂચના ચાવજ ગામ ખાતે આયોજન

  • પંચમુખી હનુમાન મંદિરે આયોજન કરાયુ

  • હિન્દૂ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ યોજાયો

  • સાધુ સંતો રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

Advertisment
ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ  ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાયો હતો.સ્નેહમિલન અને દીક્ષાંત સમારોહમાં નવા નિયુક્ત હીન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હીન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હાસ્તે અપાયા. પ્રદેશ પ્રમુખ રાજન ત્રીપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ, સંરક્ષક દેવુભાઈ કાઠીએ ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા કરવા આહવાન કર્યું. અપુજીત મંદિરોને પૂજીત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હીન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા.કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી લોકેશાનંદજી મહારાજ, હીન્દુ ધર્મ સેના સંરક્ષક દેવુ કાઠી, ગુજરાત પ્રમુખ  રાજન ત્રિપાઠી, દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરીયા, ઉપપ્રમુખ ઝિણાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસીયા, જિલ્લાના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
Latest Stories