ભરૂચ: ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હાલની પરિસ્થિતિ બાબતે બેઠક યોજી, 61 પોલીસ આવાસોનું પણ કર્યું લોકાર્પણ

સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી

New Update
  • ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે

  • અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજી બેઠક

  • હાલની પરિસ્થિતિનો મેળવ્યો તાગ

  • પોલીસ આવાસોનું પણ કર્યું લોકાર્પણ

  • ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાબાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે નવનિર્માણ પામેલ 61 આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.