New Update
/connect-gujarat/media/media_files/2025/01/27/7o92xnMthX3myw1S0myK.jpg)
ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સાથે નવેમ્બર 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ બ્રાન્ચના સેક્રેટરી સી.એ.વ્રિન્દા વખારિયા સાથે સી.એ. દેવાંશ શાહ, સી.એ. સની શાહ ઉપસ્થિત રહ્યા હતા.આઈ.સી.એ.આઈ.એ.ના રિઝલ્ટ અનુસાર ભરૂચમાં 10 વિદ્યાર્થીઓ CA બન્યા છે. તથા 7 વિધાર્થીઓએ કોઈ એક ગ્રુપ કે લેવલ પાસ કર્યું છે. આ પ્રસંગે સી.એ.એસ.એમ.પારીક તથા સી.એ.હર્ષિત શાહ દ્વારા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ