New Update
ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ
મામલતદાર કચેરી નજીકના દબાણો દૂર કરાયા
પોલીસ બંદોબસ્ત પણ સાથે રખાયો
સરકારી જગ્યામાં કરાયા હતા દબાણ
સ્થાનિકો અને આપ દ્વારા નોંધાવાયો વિરોધ
ભરૂચ મામલતદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતાં ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈપણ અનિરછનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનાધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતાં દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ અન્ય સ્થળોએ ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી.
Latest Stories