ભરૂચ: આમોદના સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....

New Update
  • આમોદ પોલીસને મળી મોટી સફળતા

  • સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો કરાયો નિકાલ

  • પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

  • અંકલે.ની સિદ્ધિ સમ્રાટ કંપનીનું નામ બહાર આવ્યું

  • કંપનીના 2 માલિકોની ધરપકડ

ભરૂચના આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામની સીમમાંથી તારીખ 26/06/2024ના એક હેઝાર્ડ વેસ્ટ કેમિકલ ખાલી કરતી ટેન્કર ઝડપાયું હતું. આ મામલે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટની એફ.એસ.એલ. તપાસણીમાં એસીડિક માત્રા જણાઇ આવી હતી.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસીડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું. જી.એસ.ટી. બીલોની ચકાસણી કરાવતા સંપુર્ણ ખોટા બીલ હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ મામલામાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી વેસ્ટ નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ગુનો દાખલ કર્યો હતો અને  આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ આરોપી અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલ કંટારીયા, નિલેશભાઇ જમનાદાસ ભુત,કેમિકલ વેસ્ટ ભરનાર જયંતીભાઇ જેસંગભાઇ ધામોર  અને ટ્રકચાલક આનંદભાઇ નટવરભાઇ પરમારની ધરપકડ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.