ભરૂચ: લીંકરોડ પર ગેરકાયદેસર રીતે હોટલ ઉભી કરાય, બૌડા દ્વારા સીલ મરાયું

ભરૂચમાં પુનઃ બૌડા હરકતમાં આવ્યું છે અને અવેદ્ય સાથે મંજૂરી વગર ઉભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.અંકલેશ્વરમાં સિલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટલ સીલ કરાઈ

New Update
  • ભરૂચમાં તંત્રની કાર્યવાહી

  • ગેરકાયદેસર બંધાકામો પર સપાટો

  • લિંક રોડ પર હોટલને સીલ કરવામાં આવી

  • ગેરકાયદેસર રીતે ઉભી કરાય હતી હોટલ

  • નોટીસ પણ પાઠવાય

ભરૂચના લિંક રોડ પર ગેરકાયદે ઉભી કરાયેલી ન્યુ ઇન્ડિયન હોટલને બૌડા દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. ભરૂચમાં પુનઃ બૌડા હરકતમાં આવ્યું છે અને અવેદ્ય સાથે મંજૂરી વગર ઉભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.અંકલેશ્વરમાં સિલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટલ સીલ કરાઈ હતી.
શ્રવણ ચોકડી પર પરવાનગી વગર ઉભી કરાયેલ ન્યુ ઇન્ડિયા હોટલને સીલ મારી દેવાયું હતું.બૌડાના અધિકારીઓ હોટલ પર પહોંચી સીલ લગાવી નોટીસ પાઠવવામા આવી હતી.ભરૂચ શહેરમાં આવેલ અનેક ગેરકાયદેસર બાંધકામો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચમાં એક તરફ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગેરકાયદેસર બાંધકામોને સીલ કરવાની પણ ઝુંબેશ શરૂ થતા ફફડાટ ફેલાયો છે.