ભરૂચ: કડોદ ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન, ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ટ્રક અને અન્ય મશીનરી મળી રૂ.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પરની સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
Mines and Minerals Department Bharuch
ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૩૦ મી જાન્યુઆરીની મોડી રાત્રીના ૦૩:૩૦ કલાકે ભરૂચ તાલુકાના કડોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન ૦૨ યાંત્રિક નાવડીઓ, ૦૨ ઍક્સેવેટર મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ 5 ટ્રકમાં બિન અધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
તંત્ર દ્વારા ટ્રક અને અન્ય મશીનરી મળી રૂ.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પરની સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories