ભરૂચ: વાગરાના નાદીડા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

  • ગેરકાયદેસર રીતે ચાલતું હતું માટી ખનન

  • વાગરાના નાદીડા ગામે પાડવામાં આવ્યા દરોડા

  • હીટાચી મશીન સહિત લાખો રૂપીયાનો મુદ્દામાલ જપ્ત

  • ભુ માફિયાઓમાં ફફડાટ

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે વાગરા તાલુકાના નાદીડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.ભુસ્તર વિભાગને બિનઅધિકૃત રીતે માટી ખનનની ફરિયાદ મળતા દરોડા પાડ્યા હતા.આ દરમિયાન માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી જેમાં ભૂસ્તર વિભાગે હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરાના નાદીડા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 48ના ખેતરમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને મુદ્દામાલ વાગરા પોલીસને સોંપવામાં આવ્યો છે.ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Latest Stories