/connect-gujarat/media/media_files/2026/02/16/shahmina-hussain-2026-02-16-18-50-14.jpg)
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજાલક્ષી કાર્યો અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સતત કાર્યરત છે. આ શૃંખલામાં, બાળકોને મળતી સેવાઓ અને શિક્ષણનું સ્તર સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈને વેજલપુર સ્થિત મિશ્રશાળા-૧૫ ની આકસ્મિક મુલાકાત લીધી હતી.
પ્રભારી સચિવએ, શાળાના આચાર્ય પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી હતી. શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર કુમારી નિશા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.