New Update
-
ભરૂચના કડોદરા ગામનો બનાવ
-
ભૂમાફિયાઓ પર ગ્રામજનોની જનતા રેડ
-
ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું
-
મામલતદારની ટીમ પણ પહોંચી
-
તંત્રએ રૂ.1.70 કરોડની મશીનરી જપ્ત કરી
ભરૂચના વાગરા તાલુકાના કડોદરા ગામના ગ્રામજનો એ જનતા રેડ કરી ભૂ માફિયાઓને ઝડપી પડ્યા હતા. આ મામલામાં વાગરા મામલતદાર દ્વારા ગેરકાયદેસર માટી ખંડન કરતા તત્વો ની રૂપિયા 1.70 કરોડની મશીનરી જપ્ત કરવામાં આવી છે
ભરૂચના વાગરા તાલુકાના વજાપરા ગામેથી ભૂ માફિયાઓ મોટા પ્રમાણમાં માટી ચોરી કરી રહ્યા હતા અને માટી ભરેલી ટ્રક કડોદરા ગામની સીમમાં રહીને લઈ જવાતી હતી. ગામના ખેડૂતો દ્વારા જનતારેડ કરી વાગરા મામલતદારને ટેલીફોનિક જાણ કરી હતી જેને લઇ વજાપરા ગામ પાસે ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર ગામના ખેડૂતો અને મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં 1.70 કરોડની મશીનરી જપ્ત કરવામાં આવી હતી આ કાર્યવાહીથી વાગરા તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં ફફડા ફેલાયો છે.ખેડૂતો પોતે જ રાત્રે પોતાના ખેતરોને ભુમાફિયાથી બચવાં માટે રખેવાળી કરવા ગયા હતા અને આખરે ભુ માફિયાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા