ભરૂચ: 3 બેઠકો પર યોજાનાર પેટાચૂંટણીમાં કુલ 50 પૈકી 6 મતદાન મથકો અતિસંવેદનશીલ તો 17 સંવેદનશીલની શ્રેણીમાં

ભયમુક્ત વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.  

New Update
Bharuch By Election
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણી માટે તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર હોય મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.  
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧માં ૪૭૮૩, જિલ્લા પંચાયત (૧- આછોદ )માં ૩૨૪૯૮, અને હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ )માં ૨૯૪૯ મળી કુલ ૪૦૨૩૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે ૧૬મી ફેબ્રુઆરી ના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે. 
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં નગરપાલિકામાં જંબુસર વોર્ડ નંબર-૧માં ચાર મતદાન મથકો, જિલ્લા પંચાયત (૧- આછોદ )માં ૪૨ અને હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ )માં ૦૪ મળી કુલ ૫૦ મતદાન મથકો  રહેશે.
 મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ- ૨૯૦ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ૫૮ પ્રિસાઈડીંગ ઓફિસર, ૫૮ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૫૮ પોલીંગ ઓફિસર-૦૧ અને ૫૮ પોલીંગ ઓફિસર-૦૨ અને ૫૮ જેટલા સેવકોનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા પંચાયત (૧- આછોદ )માં બેઠક પર ૪૨ મતદાન મથકો પૈકી ૦૬  જેટલા અતિસંવેદનશીલ છે.
જેમાં ૧૪ સંવેદનશીલ છે અને ૨૨ જેટલા સામાન્ય મતદાન મથક છે. તેજ રીતે હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ )માં ૦૩ સંવેદનશીલ અને ૦૧ સામાન્ય મતદાન મથક છે. જ્યારે નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧માં ૦૪ સામાન્ય મતદાન મથક છે. આમ જિલ્લાની ત્રણ પેટાચૂંટણીમાં કુલ ૫૦ મતદાન મથકો પૈકી ૦૬ અતિસંવેદનશીલ, ૧૭ સંવેદનશીલ અને ૨૭ સામાન્ય મતદાન મથકો રહેશે.