ભરૂચ: ન.પા.ના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુર્હુત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા કરાશે વિકાસ કાર્યો

  • વોર્ડ નંબર 9 અને 5માં હાથ ધરાશે કામગીરી

  • વિકાસના કાર્યોનું કરાયુ ખાતમુર્હુત

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • સ્થાનિકોની સમસ્યાનો આવશે અંત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુર્હુત સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નંબર નવમાં રૂપિયા 1.25 કરોડના ખર્ચે સીસીરોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે તો વોર્ડ નંબર પાંચમાં રૂપિયા 30 લાખના ખર્ચે પેવર બ્લોક પ્રોટેક્શન સહિતના સાત કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ તમામ કાર્યોનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. માર્ગોનું નિર્માણ થતાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવશે.
Latest Stories