New Update
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ
ચાવજ-રહાડપોરમાં વિકાસના કામો
વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
સ્થાનિક આગેવાનોએ આપી હાજરી
ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ તાલુકાના ચાવજ અને રહાડપોર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈન,રસ્તાને પગલે અગવડ પડી રહી હતી.આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે એમ.પી. અને એમ.એલ.એ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા ૨.૫૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.ચાવજ કેનાલથી ગરમિયા કાસ સુધી ડ્રેનેજ પાઇપ લાઇન કામનું આજરોજ સાગર રેસીડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
જયારે ચાવજ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ,પંચવટી બાગની બાજુમાં સીસીરોડ,પરમાર ફળિયામાં પેવરબ્લોક,મેઈન રોડથી રચના બંગ્લોઝ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
તો જી.એન.એફ.સી. કંપની તરફથી ચાવજ ચોકડી પર મીઠા પાણી માટે આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.