ભરૂચ: મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે.

New Update

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે.

ભરુચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.છડી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે. છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડાપાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી.
મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે.સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડીનોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે 
Latest Stories