ભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ, પોલીસની ડ્રોન કેમેરાથી નજર
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મહેરામણ ઉમટ્યુ
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મહેરામણ ઉમટ્યુ
ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે,આ ઉપરાંત કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.
ઘોઘારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમના રોજ પરંપરાગત રીતે છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવીનું પ્રતિક છે, અને ઐતિહાસિક દંત કથા ધરાવે છે
ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે.