New Update
/connect-gujarat/media/media_files/2024/10/26/HE4zOcawXpG89q4p5rPR.jpg)
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલ વેલુગામમા મહેશ વસાવા નામના ઇસમે ખેતરમાં તુવેરના ચાસમાં વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાનું વાવેતર કર્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા રૂપિયા 22,610ની કિંમતના ગાંજાના 6 છોડ મળી આવ્યા હતા.પોલીસે આરોપી મહેશ વસાવાની એન.ડી.પી.એસ.એક્ટ અંતર્ગત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.