ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે જલારામ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા, રાજપારડી, ઝઘડીયા સહિત તાલુકાના અનેક ગામોમાં જલારામ જયંતી નિમિત્તે ઠેર સથે ભંડારા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા જલારામ બાપાના મંદિરોમાં ઢોલ નગારા સાથે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ઉમલ્લા જલારામ મંદિરે કેક કાપી પરંપરાગત ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જલારામ બાપા ના મંદિરોમાં પ્રાતઃ, આરતી, પાદુકા પૂજન, મંગળા આરતી તેમજ મહાઆરતી અને મહા પ્રસાદીનું આયોજન પણ આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.