ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલયમાં યુવા વિભાગનું રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાનમિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે રણછોડભાઈ, હિતેન્દ્રસિંહ ઠાકોર, પોલીસ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન, કરણસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ,નન્હી કલી ફાઉન્ડેશનના અધ્યકક્ષા કમલજીત કોર તથા નૂતનબેન યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારે રસાકસી બાદ નવયુગ વિદ્યાલયની ટીમનો વિજય થયો હતો.24 કલાક ફરજમાં રહેતા પોલીસ જવાનોએ રમતોત્સવમાં ભાગ લઈને આનંદિત થઈ ઉઠ્યા હતા.