ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહનોને ચેક અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું...

ભરૂચમાં સેવાકાર્યમાં ઉભરી આવેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક સહાયના ચેક તેમજ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સાચા અર્થમાં સેવાકાર્યમાં ઉભરી આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ

  • પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર સંકલ્પને ટ્રસ્ટ દ્વારા સાકાર કરાયો

  • મહિલા-યુવતીઓને બ્યુટી પાર્લરમેંહદી-સિવણની તાલીમ અપાય

  • 100થી વધુ તાલીમાર્થી બહેનોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા

  • મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનોઆગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા

ભરૂચમાં સેવાકાર્યમાં ઉભરી આવેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક સહાયના ચેક તેમજ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવા વર્ષના શુભારંભ સાથે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીંપરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છેઅને એવા જરૂરિયાત મંદોની પડખે ઉભા રહેવામાં આવે છેત્યારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે બ્યુટી પાર્લરમેંહદી ક્લાસસિવણની તાલીમ લેનાર 100થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સાથે જ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિકરી ઈશ્વા સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ રૂ. 30 હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીપૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણ-દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાજન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતિન માને, RCCના પ્રમુખ ડો. હર્ષા મોદીઉપપ્રમુખ સ્મિતા સોનીસેક્રેટરી કમલ શાહલીપોઈડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડીનેટર ડો. મૃણાલિકા દીક્ષિતસમાજિક કાર્યકર રતિભાઈ રબારીજન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો સહિતના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: વાલિયાના વટારીયા ગામ નજીક ચા નાસ્તાની 2 કેબિનમાં ચોરી, વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના વટારીયા ગામની સુગર ફેકટરી સામે આવેલ ચા અને નાસ્તાની કેબીનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 12 હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • ભરૂચના વાલિયાના વટારીયા નજીકનો બનાવ

  • તસ્કરોએ ચોરીના ગુનાને આપ્યો અંજામ

  • ચા નાસ્તાની 2 કેબિનમાં ચોરી

  • રૂ.12 હજાર રોકડ અને સામાનની ચોરી

  • વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના વટારીયા ગામની સુગર ફેકટરી સામે આવેલ ચા અને નાસ્તાની કેબીનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 12 હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાલિયાના વટારીયા ગામમાં રહેતા જગદીશ વસાવા સુગર ફેકટરી સામે ચા નાસ્તાની કેબિન ચલાવી  પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓની કેબિનને ગતરોજ મોડી રાતે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેલ બચતના રોકડા 12 હજારથી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે તેઓના ભાઈની અન્ય કેબિનને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી.ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી માંગ કરવામાં આવી છે