New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ
સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ
શેરી નાટક રજૂ કરવામાં આવ્યું
સ્વરછતા અંગેના શપથ લેવડાવાયા
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછીયાવાડ માં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.સાથે જ સ્થાનિકોને સ્વરછતા અંગેના શપથ પણ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગર સેવક પ્રવિણ પટેલ, ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી,સ્થાપક પ્રમુખ નીતિન માને અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories