/connect-gujarat/media/media_files/2025/09/06/gumandev-hanuman-mandir-2025-09-06-15-30-03.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેના ગુમાનદેવ મંદિર તારીખ 7મી સપ્ટેમ્બર રવિવારને ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ નિમિત્તે સવારના 11:30 કલાકથી રાતના 1 વાગ્યા સુધી દર્શન માટે બંધ રાખવામાં આવશે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના રાજ્યના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગુમાનદેવ હનુમાન મંદિરે દર શનિવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવે છે.ઉપરાંત રોજ પણ સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની આવનજાવન ચાલું રહે છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/06/gumandev-hanuman-mandir-2025-09-06-15-30-19.jpeg)
તારીખ 7મી સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ ચંદ્રગ્રહણ હોય ગુમાનદેવ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે સવારના 11:30 કલાકથી રાતના 1 વાગ્યા સુધી બંધ રહેશે.ત્યારબાદ રાતના 1 કલાક પછી નિર્ધારિત સમય દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે,એમ મંદિરના મહંત શ્રીમનમોહનદાસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. ગુમાનદેવ મંદિરના દર્શને આવતા ભક્તોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.