ભરૂચ: જેપી કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે VNSGU દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરાયું

ભરૂચ ની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે.

New Update
jp

ભરુચની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે.

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા NSS વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી 300 કરતાં વધારે કોલેજના NSS વિભાગે ભાગ લીધો હતો.જેમાં વર્ષ 2023- 24 દરમિયાન ઉલ્લેખનીય કાર્યો જેવા કે રાષ્ટ્ર ભક્તિ, સમાજ જાગરણ, વૃક્ષારોપણ,સ્વચ્છતા,રક્તદાન શિબિર બૌદ્ધિક ક્ષેત્રે યુવા જાગરણ સેવા શિબિર જેવા વિશિષ્ટ કાર્યો કર્યા છે.તે અંગે સર્વે કરીને કોલેજોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.

આ NSS ની કામગીરીમાં ભરૂચની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને શ્રેષ્ઠ NSS કોલેજનું બિરુદ આપીને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે શ્રેષ્ઠ NSS કોલેજ તરીકે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું  છે.જે કોલેજ તેમજ ભરુચ માટે એક ગૌરવની ક્ષણ છે.

Latest Stories