ભરૂચ : જે.પી.કોલેજનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “કલાપથ” યોજાયો, વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી...

શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ “કલાપથ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી

New Update
  • શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આયોજન

  • વર્ષ 2024-25નો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કલાપથ” યોજાયો

  • ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી નૃત્યકૃતિઓ રજૂ કરાય

  • વિવિધ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા 

Advertisment

ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કલાપથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ કલાપથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ નૃત્યકૃતિઓ કલાપથ” હેઠળ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જે.પી.કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એન.બી.પટેલ.ડૉ. ડી.જી.અદ્રોજા તથા ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ ઉપસ્થિત રહી વિવિધ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisment
Latest Stories