ભરૂચ : કસક-વોર્ડ નં. 5માં રૂ. 37 લાખના ખર્ચે વિકાસના વિવિધ કાર્યો હાથ ધરાશે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ભરૂચ શહેરમાં વોર્ડ નં. 5માં આવેલ કસક વિસ્તારમાં રૂ. 37 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • કસક વોર્ડ નં. 5માં વિકાસના વિવિધ કાર્યો હાથ ધરાશે

  • વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીની હાજરી

  • લોખંડની એંગલપેવર બ્લોક સહિતના કામનો સમાવેશ

  • સ્થાનિક નગરસેવકો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા 

ભરૂચ શહેરમાં વોર્ડ નં. 5માં આવેલ કસક વિસ્તારમાં રૂ. 37 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં કસક સર્કલ નજીક જલારામ મંદિર સામેથી સ્ટેશન ગરનાળા તરફ જતાં મોટા વાહનોને રોકવા માટે લોખંડની એંગલ લગાવવીકસક વિસ્તારથી ગોલ્ડન બ્રિજ સુધી તેમજ અન્ય 2 રોડ પર પેવર બ્લોકના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શીતલ સર્કલથી અહીના વિસ્તારને આવરી લેતી મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી અંગે DMF ફોરમ હેઠળ રૂ. 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર છેત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ શહેર ભાજપ પ્રમુખ જતિન શાહસ્થાનિક નગરસેવકોપાલિકા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories