ભરૂચ:જંબુસરના એક ગામમાં બે સગીર બહેનોના અપહરણ અને દુષ્કર્મની ઘટના,પોલીસે બે વિધર્મીઓની કરી ધરપકડ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે

New Update
જંબુસરના એક ગામનો બનાવ 
બે વિધર્મીઓના કારસ્તાન
પોતાની ઓળખ છુપાવી આચર્યું કૃત્ય 
બે સગીર બહેનોને ફસાવી પ્રેમજાળમાં 
દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધાતા પોલીસ આવી એક્શનમાં 
પોલીસે કરી બંને નરાધમોની ધરપકડ 
સૌરાષ્ટ્ર ખાતેથી સગીર બહેનોને પોલીસે કરાવી મુક્ત   
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપીને બંને બહેનો સાથે દુષ્કર્મ આચરી અપહરણ કર્યું હતું.ઘટનામાં શાહરૂખ ઐયુબ પઠાણ પોતાની ઓળખ કિશન અને સાજીદ શબ્બીર પટેલે પોતાની ઓળખ સુનિલ તરીકે સગીર યુવતીઓને આપી હતી.અને પોતાની પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી.
જોકે તાજેતરમાં આ બંને સગીર સગી બહેનોના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી,અને આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કાવી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી.ફરિયાદ નોંધાવાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને વિધર્મી નરાધમોની ધરપકડ સાથે સૌરાષ્ટ્ર ખાતેથી સગીરાઓને પોલીસે મુક્ત કરાવી હતી.
આ ઘટના અંગે જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે પોતાની ઓળખ હિન્દૂ યુવાન તરીકે આપીને સગીર બે બહેનોને પ્રેમજાળમાં ફાસાવીને દુષ્કર્મ તેમજ અપહરણના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,તેમજ આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી,જોકે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories