New Update
ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તારનો બનાવ
પ્રાથમિક સુવિધાઓનો અભાવ
સ્થાનિકોમાં ભારે રોષ
વિપક્ષના સભ્યોએ લીધી મુલાકાત
નગરપાલિકાના શાસકો સામે રોષ વ્યકત કર્યો
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
ભરૂચના વોર્ડ નંબર 8 આલી કાછીયાવાડ નવા ફળિયાના રહીશોએ સોમવારે પાલિકામાં વિપક્ષને તેઓની હાડમારી અંગે રજુઆત કરી હતી. મંગળવારે વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોએ વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાના બેહાલ, સફાઇ કર્મીઓ અને ડોર ટુ ડોર વહાનો નહિ આવતા ગંદકીની ભરમારથી લોકો ત્રસ્ત બન્યા છે. વિપક્ષે પાલિકા અધિકારીઓ અને શાસકોનું ધ્યાન દોરી ત્વરાએ પાણીની સમસ્યાના ઉકેલ સાથે અન્ય પ્રશ્નો હલ કરવા સ્થાનિકોને ખાતરી આપી હતી. આગામી 31 જુલાઈની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવવા આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં વિસ્તારના રહીશોની પ્રાથમિક સુવિધા નહિ ઉપલબ્ધ કરાવાય તો તેઓને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Latest Stories