ભરૂચ:લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન

નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા આયોજન

પ્રાચીન નવરાત્રી મહોત્સવ યોજાયી

ખેલૈયાઓ પરંપરાગત ગરબા રમ્યા

દેશભક્તિના રંગ પણ જોવા મળ્યા

નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. લેઉવા પટેલ સમાજની મહિલાઓ માથે ગર્ભદીપ એટલે કે ગરબો લઇ માતાજીની આરાધનામાં જોડાઇ હતી. 
ગ્રામ્ય જીવનની મહેક અને પરંપરાને જીવંત રાખવા માટે ભરૂચમાં વસતા એક કરતા પણ વધુ લેઉવા પટેલ સમાજના પરિવારોએ આઠમા નોરતે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવતીઓને નોરતાનો વારસો આપવા અને ગૌરવશાળી સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ કરીને ચોમાસુ પૂર્ણ થયા બાદ કૃષિકર્મ હળવું થતું હોય એવામાં નવરાત્રી આવે એટલે મહિલાઓમાં ઉત્સાહ અનેરો હોય છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓ દ્વારા દીપક સાથે ગરબો માથે મૂકી ગરબા રમવામાં આવતા હતા. હાર્મોનિયમ, દોકડ, ઢોલ અને મંજીરાના તાલે જગતધાત્રી જગદંબાની પ્રતિમાની ફરતે આ ગરબા લેવામાં આવે ત્યારે અદ્દભૂત માહોલ બની રહેતો હતો.ગરબા પૂરા થયા બાદ ગરબે ઘૂમતી કન્યાઓને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા લ્હાણી કરવામાં આવતી હતી. વળી, નવરાત્રી દરમિયાન ગામડાઓમાં કુંવારિકાઓને ભોજન કરાવવાની પરંપરા છે.ત્યારે નારીશક્તિ પૂજનની આવી ઉન્નત સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે લેઉવા પટેલ સમાજની મહિલાઓ દ્વારા માથા ઉપર ગરબો મૂકી ચાલુ વરસાદમાં પણ મનમૂકીને ગરબે રમી હતી અને સમાજના પુરુષો દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના ગીતો પર ગરબા રમીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.