/connect-gujarat/media/media_files/2025/09/02/liquor-destroyed-2025-09-02-18-25-31.jpeg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા 6 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો GIDC વિસ્તારમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવતો હોય છે, ત્યારે ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ 6 પોલીસ મથકમાં ઝઘડિયા, નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમલ્લા અને ઝઘડિયા GIDC પોલીસ મથકનો સમાવેશ થાય છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/02/liquor-destroyed-2025-09-02-18-25-44.jpeg)
6 પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ નંગ 24,632 જેની કિંમત 46,96,838 રૂપિયાના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ સહિત ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, નેત્રંગ, વાલીયા, ઝઘડિયા GIDC પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.