-
લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી
-
ભરુચા હોલ ખાતે ઉજવણી કરવામાં આવી
-
બાળકોએ વિવિધ થીમ પર નાટકો કર્યા રજૂ
-
વ્યસન મુક્તિ-સફાઈ અભિયાન અંગે જાગૃતતા
ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરુચા હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ સહિત નાટકો રજૂ કરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરુચા હોલ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત થકી કરવામાં આવી હતી. લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ વિવિધ થીમ પર નાટકો રજૂ કર્યા હતા. આ નાટકો દ્વારા બાળકોએ સામાજમાં લોકોને વ્યસનમુક્તિ અને સફાઈ અભિયાન માટે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ઝુલ્ફીકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલ કામઠી, સોયેબ સૂજનીવાલા, જઇનુદ્દીન સૈયદ સહિતના આમંત્રિત મહેમાનો અને શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યો હતો.