New Update
ભરૂચ કલેકટર કચેરી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન
લોકજન શક્તિ પાર્ટી દ્વારા પ્રદર્શન
પીપોડી વગાડી તંત્રને જગાડવા કર્યો પ્રયાસ
જર્જરીત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ
ગંભીરા બ્રિજના પીડિત પરિવારોને રૂ.50 લાખની સહાયની માંગ
ભરૂચ જિલ્લામાં આવેલ તમામ જર્જરીત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે લોક જન શક્તિ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સાથે જ કલેકટરને પણ આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભુખી ખાડી બ્રિજ અને આમોદ-જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજના તાત્કાલિક સમારકામની જરૂર છે. સાથે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 50 લાખ રૂપિયાની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.