New Update
-
ભરૂચના શેરપુરા વિસ્તારનો બનાવ
-
સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
-
બિલ્ડરે ડીપીની જગ્યા પર રસ્તો બનાવ્યો હોવાના આક્ષેપ
-
પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો થાય એવી રજુઆત
-
અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી
ભરૂચના શેરપુરા નજીક ડી.પી.ની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે તો કલેકટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપીના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, બૌડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી.બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મુકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબ્જો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે સ્થાનિકોને આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘુસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. સ્થાનિકોના વિરોધના પગકે બૌડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી કરી હતી.
Latest Stories