ભરૂચ : કમોસમી વરસાદમાં વોર્ડ નંબર 7માં અન્ડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થતા ગંદા પાણી ઘરોમાં ઘુસતા સ્થાનિકોમાં રોષ

ભરૂચના વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો..

New Update
  • ભરૂચ શહેરમાં પવનના જોર સાથે વરસ્યો વરસાદ

  • વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી

  • વોર્ડ નં 7માં નવી વસાહતના રહીશોની હાલત બની કફોડી

  • અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ઘરોમાં ઘુસ્યા પાણી

  • નગરપાલિકાની કામગીરી સામે લોકોએ ઠાલવ્યો રોષ   

ભરૂચ શહેરમાં રાત્રે વરસેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ પંથકમાં રાત્રી દરમિયાનથી વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી,તો બીજી તરફ વોર્ડ નંબર 7માં નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા વરસાદમાં ગટરના ગંદા પાણી સ્થાનિક રહીશોના ઘરમાં ઘુસ્યા હતા.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,ગટરમા વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ગતરાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતા નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાને પગલે  લોકોનો રોષ ફાટ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આવતા ચૂંટણીમાં કમળને મત આપતા પહેલા વિચારવું પડશે."જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.