New Update
-
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ
-
ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
-
લોકડાયરાનું કરાયુ આયોજન
-
અભેસિંહ રાઠોડ અને તેમના વૃંદે ગીત-સંગીતનો રસથાળ પીરસ્યો
-
નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજન
જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર અભેસિંહ રાઠોડ, અનુરાધા રાવલ, હરિસિંહ સોલંકી, ઘનશ્યામ ગઢવી સહીત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જન નાયક બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.Latest Stories