ભરૂચ:આમોદ નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય પર ખંભાતી તાળા  વાગતા લોકોને હાલાકી

શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

Amod Nagarpalika Pay & Use
New Update

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા સંચાલિત આશરે ચાર જેટલા શૌચલાય બનાવવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાનાં અંધેર વહીવટનાં કારણે બંધ થઈ જતા પંથકમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આમોદ નગરપાલિકા દ્વારા ખાસ કરીને નવી વસાહતનાં રહેણાક વિસ્તારમાં  શૌચાલય બનાવ્યા છે. જેમાં આમોદની પુરસા નવી નગરી વિસ્તાર, પશુ દવાખાના વિસ્તાર, કચેરીનાં કામ અર્થે આવતા લોકો માટે તેમજ આમોદનાં મુખ્ય બજારમાં શૌચાલય બનાવ્યા હતા.

જે થોડા સમય માટે નિયમિત ચાલુ રહેતા હતા પરંતુ હાલ બધા શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

#Bharuch News #આમોદ નગરપાલિકા #Amod Nagarpalika #શૌચાલય #Gujarati News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article