New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
નવચોકી ઓવારે આયોજન કરાયુ
-
માં નર્મદાની મહાઆરતી યોજાય
-
મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
-
મુકતાનંદ સ્વામી દ્વારા આયોજન
ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો.
ભરૂચએ ભૂમિ છે જ્યાં જીવનની પ્રથમ શરૂઆત થઈ હતી. આ ભૂમિ ભગવાન શિવની બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે. મા નર્મદા ભરૂચની આ ભૂમિ પર જ રત્નસાગરથી સંગમ કરે છે.આ તે સ્થાન છે જ્યાં માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના તીર્થધામો ગુપ્ત રીતે રહે છે.આ યાત્રાધામની જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે.ત્યારે નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મઠના મહંત સ્વામી મુકતાનંદની ઉપસ્થિતિમાં વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાજી મહાઆરતીનુ આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તેમના પ્રત્યેની આસ્થા,પર્યાવરણ અને સામાજિક અને લોકોમાં નર્મદા માતા પ્રત્યેની શ્રધ્ધા માટે મહાઆરતીનું આયોજન કરાયું છે.જેમાં શહેરના અંદાજીત 100થી 150 લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.