ભરૂચ : સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન.

જેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આ પરંપરાને જીવંત રાખીને આગળ વધારવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરી લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

વિસરાતી જતી લગ્ન વિધિના ગીતોની પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહી છે.જેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આ પરંપરાને જીવંત રાખીને આગળ વધારવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરી લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્ન વિધિના રિવાજ દરમ્યાન વર્ષોથી ચાલી આવતી લગ્નમાં ગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં હવે સૌ કોઈ ડી જે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવવા લાગ્યા છે ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઉપાડી  લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યુ હતુ કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે.

લગ્ન ગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ ૧૧ ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિધિઓના લગ્નગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મનમોહી લીધા હતા. નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેઓ વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા સાથે કમિટીના સભ્યો, અતિથિ વિશેષ તરીકે ક્રિષ્ણાબેન વ્યાસ, દિપામાસી, જશુબેન પરમાર મહેમાનોમાં જ્યોતિબેન પટેલ, શ્રધ્ધાબેન પરીખ, અંજલીબેન માથુર, મીરાબેન તથા નિણાર્યક તરીકે દિપકભાઈ ઉપાધ્યાય, રિનાબેન પટેલ ઉપસ્થિત રહી પોતાનો અમુલ્ય સમય આપ્યો હતો. અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

Latest Stories