ભરૂચ- અંકલેશ્વરમાં મેઘરાજાનું આગમન, ઉકળાટ વચ્ચે હળવી ઠંડકનો અનુભવ

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

New Update

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ જ આજરોજ ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો. ભરૂચના શીતલ સર્કલ, સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ, સિવિલ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી.
આ તરફ અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરના ભડકોદ્રા, કાપોદ્રા, કોસમડી,વાલિયા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories