New Update
-
હિંમતનગર ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન
-
રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો
-
ભરૂચના મનોદિવ્યાંગ બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ
-
3 ગોલ્ડમેડલ હાંસલ કર્યા
-
12 બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા
હિંમતનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025 માં ભરૂચ જિલ્લાના 40 મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાના બાળકોએ ત્રણ ગોલ્ડ એક સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીતીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 જી મે 2025 ના રોજ કરાયું હતું.જેમાં સમગ્ર રાજ્યના 29 જિલ્લાના ખેલાડીઓ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વૉલીબૉલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સાયકલિંગ, બોસી, એથ્લેટિક્સ, હેન્ડબોલ, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી 13 રમતનો સમાવેશ કરાયો હતો.
આ રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલ,અસ્મિતા વિકાસ કેન્દ્ર,એસએસએ,મમતા રીહિબ સેન્ટર મળીને કુલ 40 મનો દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ત્રણ બાળકોએ ગોલ્ડ મેડલ,એક સિલ્વર મેડલ અને 12 બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.આ તમામ વિજેતા બાળકોને કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના નીલા મોદીએ આવકારી જિત બદલ શુભેરછાઓ પાઠવી હતી.
Latest Stories