ભરૂચ: ખાણ-ખનીજ વિભાગ દ્વારા ભૂમાફીયાઓ પાસેથી 2 મહિનામાં રૂ.98.72 લાખની રોયલ્ટીની કરાય વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં બે મહિનામાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી

New Update
Bharuch Mines and Minerals Department
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. 
ભુસ્તરશાસ્ત્રીની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પેક્શન સહિતની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Latest Stories