-
રાજપારડીમાં આદિવાસી જનનાયક બિ
રસા મુંડાનાં જન્મજ્યંતિ પ્રસંગની ઉજવણી -
ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
-
આ પ્રસંગે આતશબાજી અને મીઠાઈ પણ વહેંચવામાં આવી
-
ધારાસભ્યે સૌને બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગની પાઠવી શુભેચ્છા
-
ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. રાજપારડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી તને આતસબાજી કરી ઉજવણી કરી હતી.ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સૌને બિરસા મુંડાની જન્મજ્યંતિની શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા,ઈમ્તિયાઝ બાપુ,જશવંત વસાવા,મુકેશ વસાવા,ધારાસભ્યના પુત્ર પ્રિયાન વસાવા તેમજ આદિવાસી સમાજના વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.