/connect-gujarat/media/media_files/2025/03/13/MfztWnTO8sU0lcRfx39I.png)
ભરૂચના રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 35 લાખ 32 હજારના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 35.32 લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
રંગ ઉપવન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ, રાહડપોર ગેટ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત 35.32 લાખના થયેલ થનાર વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રાહડપોરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.